Ticker

6/recent/ticker-posts

ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

              

તા.25/11/2023 ની રાત્રે ચીખલી તાલુકાના ઘેજ ગામે આદિવાસી સાંસ્કૃતિક અને જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો.

જે  રાકેશભાઈ અને એમના સાથી મિત્રો દ્વારા વાંસદા વિધાનસભાના  માનનીય ધારાસભ્યશ્રી અનંત પટેલની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો.

જેમાં સૌ પ્રથમ પ્રકૃત્તિ પૂજન કરી સાંસ્કૃતિક કાર્યક્રમ શરુઆત કરવામાં આવી હતી. જેમાં નાના નાના બાળકો એ વિવિધ કૃતિઓ રજૂ કરી  ઉપસ્થિત લોકોનું ભરપૂર મનોરંજન પૂરું પાડયું હતું. આયોજન કર્તા તમામ મિત્રોને મહારૂઢિ ગ્રામસભા નવસારીના અધ્યક્ષ રમેશ પટેલના હસ્તે ભારતીય સંવિધાનની બુક અર્પણ કરવામાં આવી હતી.

 આ કાર્યક્રમમાં માજી જિલ્લા પંચાયત સભ્યશ્રી જયશ્રીબેન, ધરમપુર તાલુકા પંચાયત  સદસ્ય કલ્પેશ પટેલ, ડૉ.અનિલ પટેલ, તુષાર પટેલ,ચણવઈ ગામના આગેવાન હિરેન ભાઈ,અને એમના સાથી મિત્રો, ખેરગામના સરપંચ શ્રી ઝરણાંબેન, નડગધરી ગામના સરપંચ શ્રી દિનેશભાઈ, મોહનાકાઉંચાળી સરપંચશ્રી દેવું મોકાસી, ઉનાઈ સરપંચ શ્રી મનીષભાઈ, યોગેશ પટેલ, પીપલખેડ ગામના સામાજિક આગેવાન ભગવતીબેન, ગડી ગામના આગેવાન ચેતન ચૌધરી, વાંકલ ગામના આગેવાન રાકેશ પટેલ, વિજયભાઈ કટારકર રૂમલા, સહિત મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આબાલવૃદ્ધ સૌ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments