Ticker

6/recent/ticker-posts

હનુમાનબારીના દેવેન્દ્ર પટેલ કોન્સ્ટેબલ (જીડી) પરીક્ષામાં અવ્વલ.

 હનુમાનબારીના દેવેન્દ્ર પટેલ કોન્સ્ટેબલ (જીડી) પરીક્ષામાં અવ્વલ.

ખેરગામ : હાલમાં યોજાયેલી એસએસસી પરીક્ષામાં કોન્સ્ટેબલ (જીડી) સમગ્ર પરીક્ષામાં ગુજરાતનું ગૌરવ બનેલા પટેલ દેવેન્દ્ર પટેલ ઠાકોરભાઇ હનુમાનબારી ગામે રહે છે. અથાક પરિશ્રમ સાથે સફળતાની સીડી સર કરી છે. દેવેન્દ્ર પટેલે એસઆઇ નં. ૫૮૫૫૫ રોલ નં.૭૦૦૦૦૦૮૯૮૩૧૭ નંબરે પાસ થઇ વાંસદા પંથકની સાથે સાથે આખા આદિવાસી સમાજનું નામ રોશન કર્યું છે તેમજ નવ યુવાનોમાં પ્રેરણારૂપ થવા બદલ સ્વામી વિવેકાનંદ ભરતી પૂર્વ નિઃશુલ્ક તાલીમ કેમ્પ વાંસદાના આયોજક ડો. વિજય પટેલ તથા તમામ મિત્રોએ અભિનંદન પાઠવ્યા હતા.

Post a Comment

0 Comments