Ticker

6/recent/ticker-posts

Mandavi: માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી

 Mandavi: માંડવી ખાતે વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને આદિજાતિ વિકાસ રાજ્યમંત્રીના અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી


આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન

અધિકારી- પદાધિકારીઓને પરસ્પર સંકલનમાં રહી કાર્યક્રમ સુપેરે પાર પડે એવી રીતે કામ કરવા આહ્વાન કરતાં રાજ્યમંત્રી

આગામી તા.૯મી ઓગસ્ટના રોજ માંડવી વિધાનસભા મતવિસ્તારમાં યોજાનારા વિશ્વ આદિવાસી દિનની ઉજવણીને અનુલક્ષીને કરવામાં આવી રહેલા આગોતરા આયોજન અંગેની સમીક્ષા બેઠક આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર તથા ગ્રામ વિકાસ રાજ્યમંત્રી કુંવરજી હળપતિની અધ્યક્ષતામાં યોજાય હતી.


          બેઠકમાં ઉપસ્થિત અધિકારી પદાધિકારીઓને માર્ગદર્શન આપતા મંત્રી કુંવરજીભાઇ હળપતિએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ સુપેરે પાર પડે એ માટે અધિકારી અને પદાધિકારીઓ પરસ્પર સંકલનમાં રહીને કામગીરી કરે એ ઇચ્છનીય છે એમ કહી તેમણે કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી કામગીરીની વિગતે સમીક્ષા કરી હતી. 

         બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદારે કાર્યક્રમ સરળતાથી પાર પડે એ માટે વહીવટીતંત્રના અધિકારીઓને સાંકળીને બનાવવામાં આવેલી વિવિધ સમિતિઓ અંગે જાણકારી આપી હતી. 


          મંત્રીએ કાર્યક્રમને અનુલક્ષીને કરવામાં આવી રહેલી તૈયારીઓની સમીક્ષા કરતા જણાવ્યું હતું કે તમામ તૈયારીઓ સમયમર્યાદામાં પૂર્ણ કરી દેવામાં આવે એ જરૂરી છે એમ કહી મંડપ, સ્ટેજ, બેઠક વ્યવસ્થા, પાર્કિગની વ્યવસ્થા, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિતની વ્યવસ્થાઓ અંગે વિગતે જાણકારી મેળવી હતી.

          બેઠકનું સંચાલન માંડવી પ્રાંત કૌશિક જાદવે કર્યું હતું. બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી માંડવી, ચીફ ઓફિસર, બાળ વિકાસ અધિકારી, પદાધિકારીઓ અને સંબધકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

Post a Comment

0 Comments