Ticker

6/recent/ticker-posts

Chikhli (Ghej) ઘેઝ ગ્રામ પંચાયત દ્વારા બંધારણનું અનુસૂચિ-૫ અમલવારી અને ગામની શાળામાં ભારતનું બંધારણનું ભણાવવા બાબતે ઠરાવ.

Chikhli (Ghej) ઘેઝ ગ્રામ પંચાયત દ્વારા બંધારણનું અનુસૂચિ-૫ અમલવારી અને ગામની શાળામાં ભારતનું બંધારણનું ભણાવવા બાબતે ઠરાવ. 

 ચીખલી તાલુકાના ઘેજ ગામે ગામજનો દ્વારા ભારતના બંધારણનું અનુસૂચિ-૫ અમલવારી અને શાળામાં ભારતનું બંધારણનું ભણાવવામાં આવે તેવો ગ્રામ પંચાયતમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. ઘેજ ગામ અને ખેરગામ તાલુકાની હદમાં અનુસૂચિ-૫ અમલવારીના બોર્ડ લાગ્યા હતા.

આદિવાસી સમાજ પોતાના હક માટે જાગૃત થાય અને ભારતીય બંધારણમાં આદિવાસી સમુદાયને આપવામાં આવેલા અધિકારોથી આજની આદિવાસી પેઢી અવગત થાય.આપણે બધા જાણીએ છે કે બાબાસાહેબ આંબેડકરે ભારતનું બંધારણ બનાવ્યુ છે. બંધારણ દિવસ આવે એટલે આપણે આ વાતને યાદ કરીએ છીએ. પણ કોઈને ભારતનુ બંધારણ કેવુ છે, તેમાં કેવા હક અને અધિકારોનું વર્ણન કરાયુ છે તેનાં વિશે આજની ભણેલી ગણેલી પેઢીને પણ માહિતી કે જ્ઞાન નથી. બહુ ઓછાં લોકોને ભારતીય  બંધારણ વિશે માહિતી છે.  આદિવાસી સમાજ આ વિશે હજુ ઘણો અજાણ છે. તેથી જો બાળકોમાં નાની વયે જ બંધારણનું શિક્ષણ આવે તો  આદિવાસી સમાજની આવનારી પેઢી સજાગ જરૂર બનશે. આપણો દેશ બંધારણ થકી જ ચાલી રહ્યો છે. બંધારણના જ્ઞાન થકી આપણો દેશ ઝડપથી પ્રગતિ કરી શકશે. લોકો કાયદાના અજ્ઞાનના અંધકારમાંથી બહાર નીકળી જ્ઞાન રૂપી  પ્રકાશ પાથરશે. જે માટે ગુજરાતના આદિવાસી સમાજે પહેલ કરી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ઘેજ ગામે પ્રાથમિક શાળાનાં બાળકોને બંધારણ ભણાવવાનો ઠરાવ કરાયો. આદિવાસી પેઢીને અધિકારોથી વાકેફ થાય આદિવાસી ના હક અને અધિકારો શું છે જાણો

Post a Comment

0 Comments