Ticker

6/recent/ticker-posts

આદિવાસીઓનું ઘેરીયા નૃત્ય

  


આદિવાસીઓનું ઘેરીયા નૃત્ય : દિવાળીનો મેળો ઘેરીયા વગર તો સાવ અધૂરો લાગે. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વાંદરવેલા ગામે દર વર્ષે કાળી ચૌદશ ને દિવસે દિવાળી નો મેળો ભરાય છે, અને મેળાનું ખાસ આકર્ષણ એટલે ઘેરીયા.😍

અહીં પ્રસ્તુત ઘેરીયા નૃત્યના ચાળા માં તાર ની રમણી રમાઈ રહી છે, તાર એટલે કે તાર મારવી, પોતાના પૂર્વજોને આ નૃત્ય રમી યાદ કરવા એટલે તાર મારવી કહેવાય, સૌ પ્રથમ જ્યાં મેળો કે નૃત્ય રમતા હોય ત્યાં દેવ દેવી થાનક હોય એમની તાર મારવામાં આવે છે,  વળી ઘેરીયા રમવા માટે પણ ખુબજ એનર્જી ની જરૂર હોય છે, મેળા માં આવેલ લોકો ૫૦-૧૦૦ રૂપિયા આપી પોતાના પ્રકૃતિ વિલીન થયેલ પૂર્વજોના નામ આપી તાર મરાવે છે. સવારથી લઈ સાંજ સુધી સતત ઘેરીયા રમવાના ચાલુજ રહે છે, કુલ ભેગા થયેલા રૂપિયામાંથી બધાને પોત પોતાનો હિસ્સો સરખા ભાગે આપી દેવામાં  આવે છે. 


Post a Comment

0 Comments