Ticker

6/recent/ticker-posts

ખેરગામ ખાતે ધોરણ-૧૦, ૧૨ અને આઈટીઆઈનાં વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો.

  


ખેરગામ : 16-04-2023

15/04/2023 ના રોજ ખેરગામ ખાતે  જનતા માધ્યમિક શાળામા  ધોરણ ૧૦, ૧૨  અને  ITI ના વિધ્યાર્થીઓ મિત્રોને  ધોરણ ૧૦ અને ૧૨ પછી શું કરવું ? એન્જીન્યરીંગમાં એડમિશન કેવી રીતે મેળવી શકાય? કઈ કઈ ફેકલ્ટી આવે છે ? કઈ કોલેજમાં એડમિશન લેવું જોઈએ ? કોર્ષ કર્યા પછી કઈ કઈ જગ્યાએ નોકરીની તકો રહેલી છે ?  નોકરીના મળે તો બિઝનેસમા કેવી તકો મળી શકે ? ગુજરાત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે ? કંપનીની સ્થાપના કરવી હોય તો બેન્ક કેવી રીતે મદદરૂપ થઈ શકે ?  જેવા મુદ્દે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ  વલસાડ પોલીટેકનિક કોલેજ દ્વારા રાખવામાં આવ્યો હતો. જેમાં  કોલેજના પ્રોફેસર  નિરલભાઈ જી.પટેલ જે જનતા માધ્યમિક શાળાના સ્ટુડન્ટ છે અને એમની સાથે શિબિરમાં જોડાયેલ મિકેનિકલ ડિપાર્ટમેન્ટનાં પ્રોફેસર તરૂણ પટેલ, ITIના ઇન્સ્ટ્રકટરો, જનતા કેળવણી મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ, પ્રશાંતભાઇ પટેલ અને મોટી સંખ્યામાં  વિધાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા.




Post a Comment

0 Comments