Ticker

6/recent/ticker-posts

ભરૂચનું “ગૌરવ” : BCCIની ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીના ટોપ-10માં બલેશ્વરની મુસ્કાન વસાવાએ સ્થાન મેળવ્યું.

  


ભરૂચ જિલ્લાના બલેશ્વર ગામની મુસ્કાન વસાવાએ હૈદરાબાદ ખાતે ઇન્ટર સ્ટેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરી બીસીસીઆઈની ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ-10માં સ્થાન મેળવી પરિવારનું નામ રોશન કર્યું છે. ભારતની ખ્યાતનામ સંસ્થા બીસીસીઆઈ વતી ભારતના સ્થાનિક ખેલાડીઓની પ્રતિભા બહાર લાવવા ઝોન કક્ષાએ ઈન્ટરસ્ટેટ કિકેટની ટુર્નામેન્ટ રમાડવામાં આવે છે. સમગ્ર ભારતમાં 5 ઝોનની ટીમો વચ્ચે ઈન્ટરસ્ટેટ કિક્રેટની ટુર્નામેન્ટ યોજાઈ હતી. હાલમાં જ ઈન્ટર સ્ટેટ કિક્રેટની મેચ ભારતના હૈદરાબાદ ખાતે રમાઈ હતી. આ સમગ્ર ઈનીંગ દરમ્યાન વેસ્ટ ઝોનમાં બોલર તરીકે સારું પ્રદર્શન કર્યું હતું. આ ઈનીંગ દરમ્યાન ઝગડીયા તાલુકાના નાનકડા બલેશ્વર ગામની દીકરી મુસ્કાન વસાવાના કિક્રેટની સરાહના કરતાં ઓલ ઈન્ડીયા ડોમેસ્ટિક શ્રેષ્ઠ બોલરોની યાદીમાં ટોપ 10માં સમાવેશ કરવામાં આવ્યો હતો. 

Post a Comment

0 Comments